સુરતના પાસોદરામાં બનેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીને જે સ્થળ પર બનાવ બન્યો હતો ત્યાં લઈ જવામાં આવ્યો હતો. અહીં સુરત પોલીસે હત્યાની ઘટનાનું રિ-કંસ્ટ્રક્શન કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. આરોપી ફેનિલે અહીં પોલીસને એકદમ બિનધાસ્ત બનીને વિગતો જણાવી રહ્યો હતો. જાેકે, જે રીતે તેને અહીં લાવવામાં આવ્યો હતો તેના કરતા તેને પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેના સૂર એકદમ બદલાઈ ગયા હતા. તેના મોઢા પર આખી ઘટના બાદ પોતાને કશું મળ્યું નથી અને જેલમાં જવાનો વારો આવ્યો છે તે દેખાઈ રહ્યું હતું.
ફેનિલના ડાબા હાથમાં પાટો બાંધેલો હતો અને તેણે ૧૨ ફેબ્રુઆરીએ જે ધ્રૂણાસ્પદ કૃત્ય આચર્યું હતું તેના વિશે સુરત પોલીસને વિગતો આપી હતી. આરોપી ફેનિલને સુરત પોલીસની ટીમ પાસોદરા વિસ્તારમાં લઈને આવી કે તરત તેણે એ જગ્યા બતાવવાનું શરુ કરી દીધું હતું કે તેણે ક્યાં શું કર્યું હતું. ફેનિલે જે જગ્યા પર પહોંચીને ગ્રીષ્માના પરિવારના સભ્યો સાથે માથાકૂટ કરી હતી અને તે પછી ગ્રીષ્મા વેકરિયાને પકડીને તેના ગળા પર ચાકુ ફેરવી દીધું હતું ત્યાં પહોંચીને પણ પોલીસને વિગતો જણાવતો દેખાયો હતો.
આ દરમિયાન તેણે એક પોલીસકર્મીને ગ્રીષ્માને જે રીતે ૧૨ ફેબ્રુઆરીએ પકડી રાખી હતી તે રીતે પકડીને બતાવ્યું હતું કે તેણે શું કર્યું હતું. ઘટના સ્થળ પર ફેનિલને લાવવામાં આવ્યો ત્યારે તે લંગડાતો ચાલતો હતો અને તેના ડાબા હાથમાં પાટો બાંધેલો દેખાતો હતો. આ દરમિયાન તેના શર્ટના બટન પણ ખુલ્લા હતા. પોલીસ ફેનિલની પૂછપરછ કરીને તેને ઘટના બની હતી તે જગ્યાઓ પર ઉભો રાખીને વિગતો મેળવી રહી હતી.
આ દરમિયાન તે અચાનક ધીમે-ધીમે ઢીલો પડવા લાગ્યો હતો અને તે પડી ના જાય તે માટે પોલીસકર્મીઓએ તેને બન્ને બાજુએથી પકડીને રાખ્યો હતો. ગ્રીષ્માના ઘરની નજીક તે કઈ રીતે પહોંચી ગયો હતો તે તમામ વિગત તેણે પોલીસની ટીમને આપી હતી. આ પછી જ્યારે રિ-કંસ્ટ્રક્શનની ઘટના બાદ પરત લઈ જવામાં આવી રહ્યો હતો.
ત્યારે જાણે મૂર્છિત થઈ ગયો હોય તે રીતે ફેનિલ ચાલી રહ્યો હતો. અગાઉ પર તેના દ્વારા આપઘાતનું નાટક કર્યાની વિગતો સામે આવી હતી માટે પોલીસ દ્વારા તે કોઈ રીતે છટકવાની કોશિશ ના કરે તે માટે પૂરતો બંદબસ્ત રાખામાં આવ્યો હતો. પોલીસની ટીમ રિ-કંસ્ટ્રક્શન પછી જ્યારે ફેનિલને પરત લઈ જતી હતી ત્યારે તે લથડીયા ખાતો હોય તે રીતે ચાલતો જાેવા મળ્યો હતો. આ પછી તેને પોલીસકર્મીઓએ જીપમાં બેસાડી દીધો હતો.