પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રણ રોડ શો કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પીએમ મોદીના કાર્યક્રમમાં કેસરી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની હતી. નેતાઓથી લઈને તમામ કાર્યકરો આ ટોપી પહેરતા જાેવા મળ્યા હતા. ત્યારે આ ટોપી વિશે ખાસ માહિતી સામે આવી છે. આ ટોપી સુરતના જાણીતા ટેક્સટાઈલ ગ્રુપ લક્ષ્મીપતિ મિલ દ્વારા બનાવાઈ છે.
આ ટોપીની ડિઝાઈન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી છે. આ ટોપીને કોટનના કાપડથી તૈયાર કરાયેલી છે. જેના પર ભરતકામ કરાયેલી પટ્ટીથી ગુજરાતીમાં ભાજપ લખવામાં આવ્યું છે. સાથે જ પ્લાસ્ટિકના મટિરિયલ સાથે કમળ પણ દોરવામાં આવ્યું છે. સાથે જ ટોપીને કોઈ પણ તરફથી પહેરીએ તો ભાજપ સ્પષ્ટ વાંચી શકાય છે. પાર્ટીના આદેશ બાદ આ મિલમાં ૭ હજાર જેટલી ટોપીઓ તૈયાર કરાઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ટોપી આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. અત્યાર સુધી તમામ કાર્યકર્તાઓ ખેસ પહેરતા જાેવા મળતા હતા. પરંતુ પહેલીવાર એક કેસરી ટોપીએ આકર્ષણ જમાવ્યુ. પીએમ મોદીના રોડ શોમાં તેમણે પહેરેલી ટોપી સૌથી વધુ ચર્ચાઈ રહી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. અમદાવાદ ખાતે છેલ્લા બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમ હતાં. આ કાર્યક્રમ દરમિયાન વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જાે કે આ રેલીમાં સૌ કોઈનું આકર્ષણ કેન્દ્ર કેસરી ટોપી બની હતી. આ ટોપી ગુજરાતના જ ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં તૈયાર કરવામાં આવી છે. સુરતની જાણીતી ટેક્સ્ટાઈલ ગ્રૂપ લક્ષ્મીપતિ મિલમાં આ ટોપી તૈયાર કરવામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે આ ટોપીની ડિઝાઈન કરવા પાછળ બીજા કોઇ ફેશન ડિઝાઇનર નહિ, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો જ હાથ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે આ ટોપીની ડિઝાઇન નક્કી કરી છે.