સુરતના અલથાણ ખોડીયાર નગર સોસાયટી ખાતે રહેતા રવિ વિનોદભાઈ સોલંકી (૩૦) એ શુક્રવારે સાંજે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સને ફાંસો ખાઈ લીધો હોવાનો કોલ મળતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં બિલ્ડીંગની નીચે વિનોદ બેભાન હાલતમાં હતો અને તેની સાથે એક મહિલા હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ વિનોદને સારવાર માટે મહિલા સાથે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી.
જ્યાં ફરજ પરના તબીબે વિનોદને મૃત જાહેર કર્યો હતો. ૧૦૮ના કર્મચારીએ સાથે આવેલી મહિલાને પુછતા તેણે વિનોદની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. વિનોદને મૃત જાહેર કરાયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવાની તજવીજ ચાલી રહી હતી. દરમિયાન સાથે આવેલી મહિલા આઘાતમાં કિડની હોસ્પિટલ બિલ્ડીંગના પાંચમા માળે પહોંચી હતી અને ત્યાંથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો.
મહિલાએ પાંચમાં માળેથી પડતું મુક્તા હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી અને તાત્કાલિક તેને સારવાર માટે ટ્રોમાં સેન્ટરમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને પણ મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જાેકે મોડે સુધી યુવક સાથે આવેલી મહિલાની ઓળખ થઈ શકી ન હતી.
પોલીસે યુવકના આપઘાતનું કારણ અને તેના આઘાતમાં પડતું મુકી જીવન ટુંકાવનારી મહિલાની ઓળખના પ્રયાસો હાથ ધર્યા હતા. જાેકે, મોડીરાત સુધી મહિલાની ઓળખ થઈ શકી ન હતી.અલથાણ વિસ્તારમાં રહેતા એક યુવકે ફાંસો ખાઈ લેતા તેની ગર્લફ્રેન્ડ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જાેકે તબીબે યુવકને મૃત જાહેર કર્યા બાદ આઘાતમાં ગર્લફ્રેન્ડે પણ કિડની હોસ્પિટલ બિલ્ડીંગમાં પાંચમાં માળે જઈ ત્યાંથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.