મોહાલીમાં જે કાંડ બન્યો એ હવે આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે વધારે એક કાંડ હવે ગુજરાતમાં પણ બન્યો છે અને જેના કારણે ફરી ગુજરાતની દીકરીની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. વાત કંઈક એવી છે કે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિધાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં કામ કરી રહેલા રસોઈયાઓ સ્નાન કરી રહેલા વિદ્યાર્થીઓનો વિડીયો બનાવતા હોવાનું સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદ મળી રહી છે કે હોસ્ટેલના રસોઈયાઓ બાળકોને નહાતા જોઈને તેમના ફોટા અને વિડીયો ઉતારે છે. તેમજ અભદ્ર ટીપ્પણીઓ પણ કરે છે. આ ઉપરાંત બાળકોએ જમવામાં ઘણી વાર ઈયળો પણ નીકળે છે. વિદ્યાર્થીઓ દ્વારા જો ફરિયાદ કરવામાં આવે તો સ્કૂલનું તંત્ર વિદ્યાર્થીઓને કોઈને કોઈ અલગ રીતે દબાણ કરતુ હતું અને તેમના અવાજને શાંત કરી દેતું હતું.
જો કે હવે મામલો ગંભીર બન્યો છે અને જે બાદ વાલીઓ અને વિધાર્થીઓ શાળાએ ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ આદિવાસી નેતા અપક્ષ પંચાયત સભ્યને થતા વિધાર્થીનીઓને રસોઈયા દ્વારા હેરાન કરવામાં આવી રહી હોય જે બાબતની આજરોજ ધરમપુર PSI ને લેખિત ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ પણ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વિદ્યાર્થીઓને ન્યાય મળે છે કેમ અને આવા હરામીઓને સજા પણ કડક થાય એવી જોગવાઈ કરવામાં આવી છે.