ગુજરાત વિધાનસભા ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે ગુજરાતનુ રાજકારણ સતત ગરમાઈ રહ્યુ છે. આ વચ્ચે સુરતના સરથાણાના યોગી ચોકથી સમાચાર આવ્યા છે કે અહી AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયુ છે.
આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પહેલા બબાલ થઈ અને પછી નાશભાગની સ્થિતિ સર્જાય હતી. પોલીસ પણ ઘટના સ્થળે તરત દોડી આવી હતી. હાલ આ વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામા આવી છે.
આ ઘટના બાદ સમગ્ર રાજ્યમા ખળભળાટ મચી ગયો છે. AAP અને ભાજપના કાર્યકરોના બબાલને લઇને નાશભાગ મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ સરથાણાના યોગી ચોકમાં AAP અને ભાજપના કાર્યકરોએ એક બીજા પર પથ્થરના છૂટા ઘા કર્યા અને કારોમાં તોડફોડ કરી છે. આ ઘટના દરમિયાન અનેક લોકોને ઇજા થઈ હોવાના સમાચાર છે.