ભાજપ નેતા અને બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણી અજિત પટેલનો એક બીભત્સ વીડિયો વાઈરલ થયો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હવે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.
અજિત પટેલ બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને હાલ સુમૂલ ડેરીના ડિરેકટર અગ્રણી છે. આ વીડિયો સામે આવતા રોષ ફાટી નીકળ્યો છે. આ વીડિયોમા અજિત પટેલ એક ઘરની બહાર મહિલા સાથે બીભત્સ વર્તન કરતા, મહિલા પણ નગ્ન હાલતમાં બિનધાસ્તપણે નેતાના બાહુપાશમાં દેખાઈ રહી છે.
હવે આ મામલે મોટુ એકશન લેવામા આવ્યુ છે. માહિતી મુજબ સુરત જિલ્લા ભાજપ પ્રમુખે અજિત પટેલને પક્ષમાથી સસ્પેંડ કરી નાખ્યા છે અને ખરવાસા ગામ સમિતિ અને મંડળમાં પણ રાજીનામુ આપવા કહ્યુ છે.
આ સિવાય કોંગ્રેસે આ મામલે ભાજપ નેતાની ટીકા કરી રહ્યુ છે. આવતીકાલે સુરત જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચો આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરવાની વાત કહી છે. આ મામલે હકીકત શુ છે તે CR પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ દ્વારા તપાસ કરાવ્યા બાદ સામે આવી શકે છે.
વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ઘરનો દરવાજો ખોલીને એક મહિલા અર્ધનગ્ન હાલતમાં બહાર આવે છે અને અજીત પટેલ બહારથી ઘરના દરવાજા પાસે આવીને મહિલાને ભેટી બિભત્સ હરકતો કરે છે. આ વીડિયો સામેના CCTVમાં કેદ થઇ ગયો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કે આ વિશે જ્યારે અજિત પટેલને પુછવામા આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે ‘મારે આમાં કંઈ કહેવું નથી…જેને વીડિયો વાઈરલ કરવો હતો તેણે કરી દીધો’. હું અત્યારે ટેન્શનમાં છું.