Surat News : સુરત મહાનગરપાલિકાએ ખુબ જ સરસ નિર્ણય કર્યો છે અને આખા ગુજરાતે આ નિર્ણયમાંથી કંઈક શીખવા જેવું છે. કારણ કે સુરત મહાનગરપાલિકાએ ભગવાનના જૂના ફોટો સ્વીકારવાનું નક્કી કર્યું છે. વિગતો મુજબ દિવાળીની સફાઈને ધ્યાને રાખીને મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે. સફાઈ કરી લોકો ભગવાનના ફોટો ખુલ્લામાં ગમે ત્યાં ન ફેંકે એટલા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને હાલમાં લોકો સરાહના કરી રહ્યાં છે.
સુરતના મનપાના પાલ વોર્ડ દ્વારા સર્વપ્રથમ આ રીતે ભગવાનના જૂના ફોટા સ્વીકારવાની શરૂઆત કરાઈ હતી. જે બાદમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા શહેરના તમામ વોર્ડમાં જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. સમય પણ નક્કી કરવામાં આવ્યો છે કે સવારે 7થી 11 અને બપોરે 2થી સાંજે 5.20 વાગ્યા સુધી ફોટો સ્વીકારાશે.
બાળકના શરીર પર ઉભરી રહ્યા છે રામ-રામ અને રાધે-રાધે શબ્દો, ડોક્ટર પણ આશ્ચર્યચકિત
ધ્રુજતી ધરતી અને ડોલતી ઈમારતો… 2023માં 38 વાર ભૂકંપ આવ્યો, જતાં જતાં મોટો ઝાટકો આપવાની પુરી શક્યતા!
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
ઉલ્લેખનીય છે કે લોકો દિવાળીના તહેવારને ટાંણે ઘરની સાફસફાઇ કરે છે અને આ સફાઈમાં દેવી-દેવતાઓના જૂના ફોટા નીકળે એટલે નદીમાં, મેદાનમાં કે ઝાડ પાસે મૂકી આવતા હોય છે. પરંતુ સુરતમાં હવે આવું નહીં થાય અને કઈની લાગણી ન દુભાય એટલા માટે સુરત મહાનગરપાલિકાએ કામ હાથ ધર્યું છે.