એક તરફ કુદરતના માર અને બીજી તરફ પાકવીમો ન મળતા ખેડૂતોની સ્થિતિ કપરી બની છે. આ વચ્ચે હવે જમીન સંપાદન મામલે જોર પકડ્યુ છે. સુરત અને બનાસકાંઠામાં ખેડૂતો પોતાના હક માટે મેદાને આવ્યા છે અને પાણીની સમસ્યા અંગે જવાબ માંગ્યો છે.
સુરતના હજીરા-ગોથાણ રેલવે લાઇનને લઇને ખેડૂતોએ વિરોધ નોંધાવતા કહ્યુ છે કે આ રેલવે લાઇન બનાવવામાં 14 કરતા વધારે ગામની ખેતીલાયક જમીનને અસર થાય છે અને અમે જમીન આપવા માંગતા નથી. મળતી માહિતી મુજબ આ મામલે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ બેઠક મળી હતી જેમા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરવાનુ નક્કી કર્યુ છે અને તે માટે 11 મર્ચે મહારેલી કરશે જેમા કોઇ પણ ભોગે જમીન ન આપવાનુ સપષ્ટ કરવામા આવશે.
બીજી તરફ ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળવુ તે સૌથી મોટી સમસ્યા બની છે જેથી બનાસકાંઠાના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી પાલનપુર- આબુ હાઇવે રોડ પર 3000 ખેડૂતો 200 ટ્રેક્ટર સાથે મહારેલી યોજીને સિંચાઇ માટે પાણીની માગ મુકશે.