દેવેન્દ્રસિંહ રાઠોડ નામના એક યુવકે રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવી દીધી હતી. આ અંગે રેલવે પોલીસને મેસેજ મળતા તપાસ હાથ ધરી હતી. તેમની સાથે એલસીબી, એસઓજી, રેલવે પોલીસ ફોર્સ, બીડીડીએસ, ડોગ સ્કવોડની ટીમો પણ તપાસમા લાગી ગઈ હતી. જો કે ટ્રેનમાં કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કરનાર રેલવેનો જ મુસાફર હોવાનું સામે આવ્યુ.
રેલવે પોલીસે આ યુવકને શોધવાનો ચાલુ કર્યો. દેવેન્દ્રસિંહ રાઠોડ નામનો આ યુવક મુળ રાજસ્થાનનો વતની છે જેની હવે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામા આવી છે. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે દેવેન્દ્રસિંહ રાઠોડે પોતાની મજા માટે અને પોલીસને અલર્ટ કરવા માટે આવી અફવા ફેલાવી હતી.
મળતી માહિતી મુજબ અફવા ફેલાવનારો આ યુવક દેવેન્દ્રસિંહ રાઠોડ મૂળ રાજેસ્થાનનો છે અને પોતાના પરિવાર સાથે હાલ સુરતમાં રહે છે. તે પોતાના વતન રાજસ્થાન જઇ રહ્યો હતો અને તે દરમિયાન જ તેણે પોતાના મોબાઈલથી રેલવેમાં બોમ્બ હોવાનો મેસેજ કર્યો. આ પછી યુવકે તરત જ મેસેજ ડીલીટ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જો કે પોલીસે મોબાઈલ કોલ ડિટેઇલ્સના આધારે આરોપીનુ ઘરે શોધ્યુ અને ધરપકડ કરી.