રક્ષાબંધન નજીક આવતા બજારોમા ચારેતરફ રાખડીઓ જોવા મળી રહી છે. આ વચ્ચે સુરતના જ્વેલર્સ દ્વારા યુનિક રાખડીઓ તૈયાર કરી નાખી છે જેણે સૌનુ ધ્યાન ખેચ્યુ છે. મળતી માહિતી મુજબ આ રાખડીઓ ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ અને પ્લેટિનિયમમા અવેલેબલ છે અને વાત કરીએ તેની કિમત અંગે તો તે રૂપિયા 400ની સિલ્વર રાખડીઓથી લઈ રૂપિયા 10 લાખ સુધીની ગોલ્ડ રાખડીઓ છે.
આ રાખડીઓ એવી રીતે તૈયાર કરવામા આવી છે કે તેને તહેવાર બાદ બ્રેસલેટ તરીકે પણ ઉઅપયોગ કરી શકાશે. ગ્રાહકોની ડિમાન્ડનુ જવેલર્સે ખાસ ધ્યાન રાખતા આ રાખડીઓ તૈયાર કરી છે. તેમનુ કહેવુ છે કે છેક મુમ્બઈથી પણ અહી બહેનો આ રાખડી લેવા માટે આવી રહી છે.
આ સિવાય સુરતમાં તૈયાર કરાયેલી આ સ્પેશિયલ રાખડીઓમા થીમ પણ જોવા મળશે. સ્વસ્તિક, ઓમ, કૃષ્ણ ભગવાનના ફોટો જેવી અલગ અલગ વેરાયટી આમા મળી રહી છે. આ “ભાઈ” શબ્દ લખેલી રાખડી પણ ગોલ્ડ અને સિલ્વરમાં બન્નેમા મળી રહી છે. જવેલર્સનુ કહેવુ છે કે રક્ષાબંધનના પર્વ પ્રસંગે ગોલ્ડ અને સિલ્વર સહિત ડાયમંડ રાખડીની ડિમાન્ડ જોવા મળી રહી છે