હાલ ભાજપ નેતાનો એક બીભત્સ વીડિયો ચારેતરફ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા દેખાઈ રહેલ ભાજપ નેતા બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણી અજિત પટેલ છે.
વીડિયોમા અજિત પટેલ એક ઘરની બહાર મહિલા સાથે બીભત્સ વર્તન કરતા, મહિલા પણ નગ્ન હાલતમાં બિનધાસ્તપણે નેતાના બાહુપાશમાં દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હવે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.
જો કે આ વિશે જ્યારે અજિત પટેલને પુછવામા આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે ‘મારે આમાં કંઈ કહેવું નથી…જેને વીડિયો વાઈરલ કરવો હતો તેણે કરી દીધો’. હું અત્યારે ટેન્શનમાં છું.
મળતી માહિતી મુજબ અજિત પટેલ બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને હાલ સુમૂલ ડેરીના ડિરેકટર અગ્રણી છે. ભરોષો કરીને લોકોએ જે નેતાને ખુરશી અપાવી તે હવે ઘરના વાડા પાછળ મહિલાને બાહુપાશમાં લેતા દેખાતો વીડિયો સામે આવતા રોષ ફાટી નીકળ્યો છે.
આ અગાઉ સુરત ભાજપના સંદીપ દેસાઈના સ્વિમિંગ પૂલમાં એક મહિલા સાથેની તસવીરો વાયરલ થઈ હતી. બન્નેના નાહતા ફોટા વાઈરલ થયા હતા.