હાલ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિ છે અને યુદ્ધ શરૂ થઈ ગયું છે. ત્યારે અરવલ્લીના નાનકડા એવા નંદોજ ટાંડાનો વતની ભાવેશ વણઝારા હાલ યુક્રેનમાં ફસાયેલા છે,. ત્યારે હાલની ભયજનક પરિસ્થિતિમાં પોતાના વતનમાં પરત આવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે ત્યારે ભાવેશ વણઝારાના પરિવારજનો સાથે વાત કરી અને વેદના સાંભળવામાં આવી હતી.
વિગતો મળી રહી છે કે, અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ભિલોડા તાલુકાના નંદોજ ગામનો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે રહે છે. હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધની સ્થિતિ છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભાવેશ વણઝારાએ પોતાના વ્હાલીને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદની માંગ કરી છે. ત્યારે મીડિયા પહોંચ્યું છે ભાવેશ વણઝારાના ગામ ભિલોડા તાલુકાના નંદોજ ગામે. ભાવેશના પિતા બાબુ ભાઈ વણઝારા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
આખા વણઝારા સમાજમાં કોઈ ડોક્ટર ના હતું તો ખૂબ દુઃખ વેઠીને પોતાના દીકરાને યુક્રેન મેડિકલમાં અભ્યાસ અર્થે મોકલ્યો છે ત્યારે હાલની તણાવ ભરી સ્થિતિને કારણે આખો પરિવાર ખૂબ જ દુઃખી છે. પોતાનો દીકરો પરત આવે તે માટે સરકારને વિનંતી કરી રહ્યો છે ભાવેશના દાદા બા અને પિતાએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી સરકાર પાસે દીકરાને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી.