અરે આ ટાઢ પણ…! 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ નોંધાયું તાપમાન, નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather: હવામાનમાં એકાએક ઠંડીનો પારો વધી ગયો હોય તેવો અનુભવ હાલ ગુજરાતમાં થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાના આશરે 20 જેટલા શહેરોમાં તાપમાન એકાએક ઘટ્યું હતું. 20 શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાવા પામ્યું હતું.

હવામાન વિભાગ દ્વાર આગાહી કરી છે કે, સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ આગાી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે.

રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠાની આગાહી

હવામાન વિભાગ દ્વારા 8 અને 9 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, દમણ વગેરે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

જાણો ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી છે?

9 તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.

20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ નોંધાયું તાપમાન

અયોધ્યા મંદિર અપડેટ: 3 દિવસ માટે અયોધ્યા જવા પર પ્રતિબંધ, પ્રશાસને જાહેર કર્યો આદેશ, જાણો કારણ

દેશની તાકાત… અરબી સમુદ્રમાં લાઇબેરિયન જહાજને હાઇજેક કરવાનો કર્યો પ્રયાસ, ભારતીય નૌસેનાએ આપ્યો જવાબ અને પછી દુશ્મનો…!

“ખૂબ મોટી રામ ભક્ત છે ને, 72 કલાકમાં મારી નાખીશ…” રામ દરબારનું આયોજન કરનાર રૂબી ખાનને મળી ધમકી

આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને 12 ડિગ્રી.જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14.6, 16.4 અને 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે.


Share this Article