ભરૂચ જિલ્લામાથી ફરી એકવાર લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. અહીના વાલિયા-નેત્રંગ રોડ નજીક આવેલા પેટ્રોલપંપ કર્મચારીઓ સાથે પહેલા છ શખસે વાદવિવાદ કર્યો અને ત્યારબાદ બે કર્મચારીને લાકડાના સપાટાઓ માર માર્યો હોવાનુ સામે આવ્યુ છે. આ વિશે વિગતે વાત કરીએ તો શહેરના જલારામ પેટ્રોલપંપ ખાતે વિજય વિકટર વસાવા અને મિત્રકુમાર પટેલ સહિતના કર્મચારીઓ રાત્રિ દરમિયાન ફરજ પર હતા.
આ દરમિયાન એક એક્ટિવાચાલક પેટ્રોલ ભરાવવા આવ્યો. આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પહેલા 150 રૂપિયાનું અને પછી 130 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું કહ્યુ જેથી હાજર વિજય વસાવાએ એક આંકડો નક્કી કરવા કહ્યું. આ વાતથી એક્ટિવાચાલકએ વિવાદ કર્યો.
આ પછી તે રાત્રિના 12 વાગ્યે આવ્યો અને જ્યા વિજય અને મિત્ર પટેલ સહિતના કર્મચારીઓ કેબિનમાં આરામ કરી રહ્યા હતા ત્યા જઈને તેમના પર લાકડા વડે માર મારવા લાગ્યા. આ વચ્ચે જ્યારે વિજયે કેબિનમાં સંતાવાનો પ્રયાસ કર્યો ત્યારે લુખ્ખાઓએ વિજયને ઢોર માર માર્યો. હવે હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી પેટ્રોલપંપ પરના સીસીટીવીની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.