ઓટો ક્ષેત્ર ગુજરાત ફરી એકવખત મોટુ હબ બની રહેશે. કારણ કે, દેશની નહીં પણ વિદેશમાં દોડતી કાર પણ હવે ગુજરાતમાં તૈયાર થશે અને ગુજરાતના રસ્તાઓ પર દોડશે. ટાટાનો પ્લાન્ટ ગુજરાતમાં શરૂ થયા બાદ હવે આંતરરાષ્ટ્રીય ઓટો કંપની ટેસ્લા પણ ગુજરાતમાં પોતાનું ઉત્પાદન કેન્દ્ર શરૂ કરવા માટે તૈયાર છે. આ માટે ગુજરાત સરકાર પાસેથી પ્રાથમિક જરૂરી વિધિ પૂરી કર્યા બાદ અમદાવાદ નજીક ટેસ્લાનું ઉત્પાદન ટૂંક સમયમા શરૂ થઈ જશે.
દેશના ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયેલ અમેરિકાના કેલિફોર્નિયા સિટીની મુલાકાતે હતા એ સમયે તેઓ ટેસ્લાના પ્રોડ્કશન હાઉસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર કાર કેવી રીતે તૈયાર થઈ રહી છે એ અંગે માહિતી મેળવી હતી. સમગ્ર પ્લાન્ટમાં ફરીને ટેસ્લાનું ઉત્પાદનકાર્ય નિહાળ્યું હતું. પણ હવે ગુજરાતમાં પણ આ જ પ્રકારનું ઉત્પાદન કેન્દ્ર શરૂ થવાનું છે.
આગતા વર્ષે ટેસ્લા ભારતમાં પોતાનો પહેલો પ્લાન્ટ શરૂ કરી શકે છે. જેની શરૂઆત ગુજરાતમાંથી થઈ શકે છે. દર વર્ષે યોજાનારી ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. આ સાહસ સંબંધીત સુત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્લાન્ટ શરૂ થઈ શકે છે. જોકે, કંપની મહારાષ્ટ્રમાં અને તમિલનાડુંમાં કેટલી સહાય મળી રહે છે એના પક નજર રાખીને બેઠી છે.
બિલિયન ડૉલરમાં રોકાણ કરીને કંપની 15 બિલિયન ડૉલરના ઓટો પ્લાન્ટ શરૂ કરવાનું વિચારી રહી છે. જેની પ્રાથમિકતામાં ભારત છે. ટેસ્લાની સફળતા બાદ તેની સાથી કંપનીઓ પણ અહીં આવી શકે એમ છે. અમેરિકાની કંપનીએ બેટરીનું ઉત્પાદન કરવા માટે ભારત સાથે સહમતી દર્શાવી છે. જોકે, ગુજરાતની આગામી સમિટમાં ટેસ્લાના માલિક એલોન મસ્ક પણ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન મોદીની હાજીરમાં ટેસ્લા માટેના કરાર થઈ શકે છે.
આ માટે નાણામંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી કંપની કેટલીક પ્રક્રિયા પૂરી શકે છે. ખાસ વાત એ છે કે, ભારત ચીપના ઉત્પાદનમાં અગ્રેસર થવા ગુજરાતમાં મોટો પ્લાન્ટ સ્થાપશે. બીજી તરફ ભારતમાં ગુજરાત ઓટો ક્ષેત્રમાં મોટુ હબ બની રહેશે. અમેરિકાથી ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયેલ આવ્યા બાદ ગતિવિધિઓ તેજ થઈ રહી છે.