જેલમાથી છુટ્યા બાદ દેવાયત ખવડના ડાયરા ફરી એકવાર શરૂ થઈ ગયા છે. તાજેતરમાં સોનલધામ મઢડા ખાતે યોજાયેલા ડાયરામાં દેવાયત ખવડનો લોકડાયરો યોજાયો હતો. આ દરમિયાન દેવાયત ખવડના તેવર જોવા મળ્યા હતા. સ્ટેજ પરથી દેવાયત ખવડે કહ્યુ કે જે દિવસે હું અંદર હતો ત્યારે કેટલાક લોકો તો મારું નામ લેતા પણ શરમાતા હતા. પરંતુ મારા ભાઈબંધ જેવા ભાઈ જીગ્નેશ કવિરાજે મને જીવતો રાખ્યો હતો.
સોનલધામ મઢડા ખાતે દેવાયત ખવડના તેવર
આ સાથે દેવાયત ખવડે તેવર બતાવતા કહ્યુ કે કેટલાક લોકો તો એવું વિચારતા હતા કે, હવે આ બોર્ડ શોર્ટ થઈ ગયું છે પણ કેટલાકને ખબર નથી હોતી કે અંત હી પ્રારંભ હૈ. વાયડાઈ ક્યારેય પણ જીતી શકતી નથી. સોનબાઈ માની બીજ આવી ત્યારે હું જેલમાં હતો. તે સમય મને ખૂબ ચિંતા થતી હતી કે મારી માની બીજ આવી રહી છે અને હું ત્યાં પહોંચી નહીં શકું જેના કારણે મેં જેલમાં શક્તિદાન ગઢવી નામના કોન્સ્ટેબલ પાસે સોનબાઈ માનો ફોટો મંગાવ્યો હતો.
જીગ્નેશ કવિરાજે મને જીવતો રાખ્યો
જેલના દિવસો યાદ કરતા દેવાયત ખવડે કહ્યુ કે જેલમાં માનો ફોટો રાખી મેં બે હાથ જોડી શીશ ઝૂંકાવ્યું હતું, માના ચરણોમાં ગીત પણ બનાવી રજૂ કર્યું. આ સિવાય ભાવનગરના કોલંબા ધામ ડાયરામાં પણ દેવાયત ખવડે કહ્યું હતું કે, ઝૂકેંગા નહીં સાલા.
30 વર્ષ પછી આજે બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, આ લોકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે, સુખના રંગોમાં રમશે
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડને જેલ જવુ પડ્યુ હતુ. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.