અંબાજી,પ્રહલાદ પૂજારી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી-દાંતા વિસ્તારમા મોટી સંખ્યામાં માલધારી સમાજ વસવાટ કરે છે.આજ રોજ દાંતા મુકામે મામલતદાર કચેરી ખાતે સરકાર દ્વારા તાજેતર માં ગૌમાતા અને માલધારીઓ વિરુદ્ધ ઘડવામાં આવેલ કાયદાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
સરકારને આ કાયદો પરત ખેંચવા માંગણી કરેલ છે અને આ કાયદા વિરુદ્ધ ના સમગ્ર ગુજરાત વ્યાપી માલધારી સમાજના આંદોલનને ટેકો જાહેર કરેલ છે અને સરકાર શ્રી દ્વારા આ કાયદો રદ કરવામાં નહિ આવે તો આગામી વિધાનસભાની ચૂંટણી માં પરિણામ ભોગવવાની ચીમકી ઉચ્ચારી છે.
આ કાયદા ને પરત ખેંચવા ની માંગણી ને સમગ્ર રબારી સમાજ દાંતા તાલુકા નો ટેકો છે એમ જણાવેલ હતું દાંતા મામલતદાર શ્રી એ રબારી સમાજની આ વ્યથા સરકાર માં યોગ્ય કક્ષાએ પહોંચાડવા માટે ખાત્રી આપવામાં આવી હતી.આ તકે માલધારી સમાજ આગેવાનો અને યુવાનો વડીલો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા.હાજર રહેનાર તમામ યુવાનો.આગેવાનો.વડીલો નો આયોજન કર્તા હર્દય પૂર્વક આભાર માને છે.