હાલમાં ગુજરાતમાંથી સામે આવેલી એક ઘટનાએ માનવતા અને માણસાઈને ઉંડી ખીણમાં નાખી દીધા હોય એવી હાલત થઈ છે. કારણ કે આણંદમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ટ્યૂશનથી ઘરે પરત જઈ રહેલી છાત્રાની ભરબપોરે એક ભિખારીએ છેડતી કરી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને પગલે શિક્ષણનગરી તરીકે ઓળખાતા આણંદ-વિદ્યાનગરમાં યુવતીઓની સલામતની લઈને અનેક પ્રશ્નો ઊભા થયા એ વાત તો ઉભી ને ઉભી જ છે.
વિગતો મળી રહી છે કે છેડતી કરનારા શખસે યુવતી પાસે ભીખમાં પૈસા માગતાં તેણે પાંચ રૂપિયા આપ્યા. વધુ પૈસા માગતાં તેણે ન પાડી દીધી, તો નરાધમ ભિખારી ગુસ્સે થયો અને યુવતીની છેડતી કરી. તેણે બુમરાણ મચાવતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને તેને મેથીપાક ચખાડ્યો. સાથે જ પોલીસ સ્ટેશનના હવાલે પણ કરી દીધો. સમગ્ર બનાવની હકીકત એવી છે કે વિદ્યાનગર રોડ સ્થિત ખાનગી ટ્યૂશન ક્લાસમાંથી બુધવારે બપોરે પોણાબાર વાગ્યાની આસપાસ 18 વર્ષીય છાત્રા પોતાના ઘર તરફ પરત ફરતી હતી. એક છોકરો આવ્યો અને તેણે યુવતી પાસે ભીખમાં પૈસા માગ્યા હતા.
યુવતીને પણ આ જોઈને દયા આવી અને યુવતીએ પાંચ રૂપિયા તેને આપતાં જ તે ઉશ્કેરાઈ ગયો. તેને ગમે તેમ અપશબ્દ બોલી આટલા ઓછા પૈસા કેમ આપ્યા, થોડા વધારે પૈસા આપ તેમ કહ્યું હતું. બીજી તરફ, સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને શખસની અટકાયત કરી હતી. તેનું નામ-ઠામ પૂછતાં શખસ મિયાગામ કરજણનો વતની અને હાલમાં તારાપુર ખાતે રહેતો હોવાનું તેમ જ તેનું નામ વિક્રમ અમીન સલાટ હોવાનું જણાવ્યું હતું.