જો હજુ તો ગઇકાલની જ વાત કરવામાં આવે તો ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનોની બેઠક કરી હતી. જેમાં ખોડલધામમાં નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનો વચ્ચે મહત્વની બેઠક થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બેઠકને લઇને નરેશ પટેલ અને અનુસૂચિત સમાજના આગેવાનએ મહત્વનું નિવેદન પણ આપ્યું છે. જેમાં નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ‘અનુસૂચિત સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઇ. દિલ્હી પ્રવાસને લઇને હજુ કંઇ જ નક્કી નથી. રાજકારણમાં જોડાવવાનો હજુ સમય નથી આવ્યો.’ ત્યારે આ બધાની વચ્ચે નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
માહિતી એવી મળી રહી છે કે 15થી 20 તારીખ વચ્ચે રાજકારણમાં જોડાવું કે નહીં તેની જાહેરાત કરશે. તેમાં નરેશ પટેલે જણાવ્યું છે કે આગામી 15 તારીખ સર્વે પૂર્ણ થશે. તેમાં 15થી 20 વચ્ચે નરેશ પટેલ પત્રકાર પરિષદ બોલાવી જાહેરાત કરશે. રાજકારણમાં જોડાવું કે નહીં તેની સત્તાવાર જાહેરાત પણ આવતા દિવસોમાં કરવામાં આવી શકે એવી માહિતી આપવામાં આવશે. અત્યાર સુધીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ સાથે નરેશ પટેલ બેઠક કરી ચૂકયા છે અને હવે જોવાનું એ રહ્યું કે આખરે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાઈ છે.
કાગવડ ખોડલધામ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો સાથે નરેશ પટેલની મહત્વની બેઠક યોજાઇ હતી. આ દરમ્યાન “તુમ આગે બઠો, હમ તુમ્હારે સાથે હે” ના નારા લાગ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ જિંદાબાદના નારા લાગ્યા હતા. તમામ આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવવા આહવાન કર્યું હતું. ત્યારે હજુ એ નક્કી નથી થયું કે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે.