કોડીનારના જંત્રાખડી ગામમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે. આરોપી શામજી સોલંકીએ દુષ્કર્મ કરતા પહેલા અશ્લીલ વીડિયો મોબાઇલમાં જાેયો હતો. જે બાદ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલાને લઈને હવે ગામ લોકોમાં આરોપી શામજી સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પરિવારજનો સાથે ગામજનોની માંગ છે કે, આરોપીને ઓછામાં આછી ફાંસીની સજા થવી જ જાેઇએ. આ આરોપીએ અશ્લીલ વીડિયો જાેઇને દુષ્કર્મ ગુજાર્યું હતુ, એટલે ફરી એક વખત અશ્લીલ વીડિયો જઘન્ય અપરાધનું માધ્યમ બન્યું છે.
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં આઠ વર્ષની માસૂમ બાળકી પર જાતિય દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવાના કેસમાં પોલીસ તપાસમાં સનસનીખેજ વિગતો બહાર આવી રહી છે. કોડીનારના જંત્રાખડી ગામના શામજી નામના નરાધમે બાળા પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવી હતી. લાશને સગેવગે કરવા એક કોથળામાં ભરીને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ ગામના નરાધમ શામજીને ઝડપી પાડીને વધુ તપાસ શરૂ કરી છે. જાેકે તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સમગ્ર મામલાને લઈને નાના એવા જંત્રાખડી ગામમાં આજે પણ હવસખોર આરોપી શામજી સોલંકી સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. મહિલાઓ સહિત તમામ ગામલોકો આરોપી શામજીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તેને સજા માટે ગામની મહિલાઓને સોંપી દેવામાં આવે આવી ઉગ્ર માંગ કરી રહ્યા છે.
સાથેસાથે સમગ્ર મામલાને લઈને હવે ગામ લોકો પણ આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તાકીદે સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કરીને આરોપીને મોતની સજા આપવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.નાનું એવું જંત્રાખડી ગામ માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાથી આજે પણ હિબકે ચડ્યું જાેવા મળે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસ અધિક્ષક સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સતત સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. ગીર સોમનાથ આસિસ્ટન્ટ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ પાછલા બે દિવસથી સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહ્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઇને મૃતક બાળકીના ડી.એન.એ ઘટનાનું રિકંસ્ટ્રક્સન સહિત ડિસ્કવરી પદ્ધતિથી પોસ્ટમોર્ટમ સહિતની આધુનિક તબીબી વિજ્ઞાન ક્ષેત્રે જાેડાયેલી સેવાઓનો ઉપયોગ કરીને સમગ્ર મામલામાં કોઈ પણ પ્રકારની આરોપીની ગતિવિધિ રજુ કરવામાંના ચૂકી જવાય તેને લઈને તપાસ કરી રહ્યા છે. પોલીસ પણ આરોપી વિરુદ્ધ તાકીદે ચાર્જશીટ દાખલ કરવાની સાથે તુરંત મામલામાં કાર્યવાહી થાય તે દિશામાં કામ કરતી જાેવા મળી રહી છે.
બીજી તરફ જંત્રાખડી ગામનો દુષ્કર્મ અને હત્યાનો મામલો હવે સરકાર સુધી પણ પહોંચશે તેવું પણ લાગી રહ્યું છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ જંત્રાખડી ગામની મુલાકાત કરીને બાળકીના પરિવારજનો અને ગામ લોકો સાથે મુલાકાત કરી અને આશ્વાસન આપ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે, જે પ્રકારે સુરતની ગ્રીષ્મા વેકરીયા કેસમાં કોર્ટ કાર્યવાહી અને આરોપીને ફાંસીની સજા સુધી લઈ જવામાં રાજ્યના ગૃહ વિભાગ ખૂબ સંવેદનશીલ હતા, તેજ પ્રકારે જંત્રાખડી ગામના બનાવમાં પણ રાજ્યના ગૃહ વિભાગ પણ સતત ચિંતિત છે. આગામી દિવસોમાં ગૃહપ્રધાન સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ તાકીદે સમગ્ર મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાથી લઈને મામલાની દરરોજ સુનાવણી હાથ ધરી સૌથી ઓછા સમયમાં આરોપીને તેના જધન્ય અપરાધની સજા આપાવશે તેવો ભરોસો આપવામાં આવ્યો છે. આ સાથે હતાહત બાળકીના પરિવાર અને જંત્રાખડી ગામના લોકોને સાંસદ રાજેશ ચુડાસમા સાંત્વના સાથે ન્યાયનો ભરોષો આપ્યો હતો.