ગઈ કાલે ધોરણ 10ની પરિક્ષા ચાલુ હતી અને બીજી તરફ હિન્દીની પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયુ હતુ. આ બાદ હવે ખુલાસો થયો છે કે પેપર દાહોદમાંથી વાઈરલ થયું હયુ અને અમિત તાવિયાડ નામના શખ્સે પેપર શરૂ થયાના અડધા કલાકમા જ સોશિયલ મીડિયા પર પેપર લીક કરી નાખ્યુ હતુ. પેપર જે ફેસબુક એકાઉન્ટ પર પેપર વાયરલ થયુ હતુ તે અંગે હવે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે.
આ એકાઉન્ટ સંજેલીના ચમારીયાના હોળી ફળિયામાં રહેતાં ધનશ્યામ જગદીશભાઇ ચારેલનુ હતુ અને સુરેશ દલસીંમગ ડામોરે 9687866394 નંબર પરથી વોટ્સએપ દ્રારા 11.52 કલાકે જવાબો સાથે મોકલ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
આ બાદ તપાસમા જાણવા મળ્યુ કે તેમનો પુત્ર ચિરાગ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો હતો અને આ માટે તેમણે નાની સંજેલીમાં વૃંદાવન આશ્રમશાળાના પ્રાથમિક વિભાગના શિક્ષક શૈલેશ મોતીભાઇ પટેલે અમીત ભારતાભાઇ તાવિયાડનો સંપર્ક કરાવી આપ્યો હતો. આ પછી અમિત તાવિયાડે હિન્દીનુ પેપર સવારે 10:47 કલાકે મોબાઇલ નંબર 9313554848 પરથી સુરેશ દલસીંગ ડામોરને આપ્યુ અને તેની પ્રિન્ટ કાઢવા સુરેશે તેના મિત્ર જયેશ દલસીંગ ડામોરને કહ્યુ.
આ બાદ જયેશે જગદીશ ચારેલને મોકલ્યુ અને પછી આખી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. હવે પોલીસે આ તામામ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ અંગે શિક્ષણ બોર્ડનુ કહેવુ છે કે આને પેપર ફૂટ્યું ન કહેવાય.