રાજ્યમા વિધાનસભા ચૂંટણી પહેલા દરેક પાર્ટી એકશન મોડમા છે. આ વચ્ચે ગાંધીનગર કમલમ ખાતે ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કરી દીધુ છે. આ અભિયાન આવનારા સમયમા 50 હજાર બુથ પર કાર્યરત કરવામા આવશે. હાલ ગુજરાત ભાજપમાં 1.13 કરોડ સભ્યો છે જે આંકડામાં આગામી સમયમા નવા 20 ટકા સભ્યો ઉમેરવાના લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.
આજે આ અભિયાનનો પ્રારંભ સી.આર.પાટીલના હાથે કમલમ ખાતે થયો જ્યા કેટલાક ગુજરાતી ફિલ્મ કલાકારો ભાજપમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ કલાકારિમા રાગી જાની, બિમલ ત્રિવેદી, આંચલ શાહ, સંજયસિંહ ચૌહાણ, પ્રાપ્તિ અજ્વાળીયાના નામ સામેલ છે. આ દરમિયાન સી.આર.પાટીલ જણાવ્યું હતું કે અલગ અલગ સમાજ અને ક્ષેત્રના લોકોને ભાજપમાં જોડીશું, ”PM મોદીને દરેક સ્તરના લોકો ચાહે છે એટલે ભાજપ સાથે લોકો જોડાશે.
મળતી માહિતી મુજબ આવનારા સમયમા આ સદસ્યતા અભિયાન માટે ગુજરાતમાં ભાજપ ત્રણ લાખથી વધુ ક્યુઆર કોડ અને સ્ટિકર લગાવશે અને 7878182182 નંબર પર મિસકોલ કરી લોકોને પાર્ટી સાથે જોડાવા અપીલ કરવામાં આવી છે.