ભવર મીણા (પાલનપુર): રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે બનાસનદી પર આવેલો રાજસ્થાનનો ધનારી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેથી બનાસનદીના પટમાં પાણીનો ધોધ વધી ગયો હોવાથી દાંતીવાડા ડેમ પણ ઓવરફ્લો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. બનાસનદી ઉદેપુરના ઢેબર સરોવરમાંથી નીકળે છે અને અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરે છે જે નદીનું પાણી પાટણ થઈ કચ્છના રણમાં સમાઈ જતું હોય છે.ત્યારે રાજસ્થાનમાં અમીરગઢ થીઅંદાજે 50 કિલોમીટરના અંતરે બનાસનદીના પટ પર ધનારી ડેમ આવેલો છે જે ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો થતા અમીરગઢ નજીક થી પસાર થતી બનાસનદી ના પટ માં ધસમસતો પાણી નો પ્રવાહ ચાલી રહ્યો છે.તો બીજી બાજુ બાલારામ નદી માં પણ ધસમસતો પાણી નો પ્રવાહ ચાલી રહ્યો હોવાથી તેમજ હજી પાણી ની આવક વધી રહી હોવાથી દાંતીવાડા ડેમ માં સતત પાણી ની આવક વધી રહી છે જેથી દાંતીવાડા ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે
ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ રોડ, નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ, નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી – વડલાપુર રોડ, કંસારી – શેસુરા રોડ, ગુગળ એપ્રોચ રોડ, પેપરાળ – ગણતા રોડ, લાખણી, ગોઢ થી છત્રાલા રોડ.
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે વડગામ તાલુકાના નીચે મુજબના પાંચ રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે
છાપી-કોટડી રોડ, ચાંગા-બસુ રોડ, મોરિયા-નાગલ રોડ, બસુ-જેબલાપુરા રોડ, પીરોજપુરા થી ડુંગરીયાપુરા થી જિલ્લાની હદ સુધીના રોડ.
બનાસકાંઠાના ડેમના સત્તાવાર મળેલ અપડેટ
તા. 17/08/2022
દાંતીવાડા ડેમની સપાટી :- 577.40 ફૂટ
આવક :- 63000. ક્યુસેક
જાવક :- નીલ
ભયજનક સપાટી :- 604 ફૂટ
સમય.10/40