લાજશરમ વગરની માતાનો એક કિસ્સો પાલનપુરથી સામે આવ્યો છે. હવે સંતાનો નહીં પણ માતાપિતા જ શરમને નેવે મૂકીને જીવન જીવી રહ્યાં હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. વાત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વિધવા મહિલાની દીકરીએ સગાઈતોડી નાખતા તેની માતા જ જમાઈ સાથે ઘરઘી ગઈ અને ઘર વસાવી લીધું છે. બનાસકાંઠા 181 અભયમને પાલનપુરના એક ગામમાંથી મદદ માટે કોલ આવ્યો હતો અને આ સમગ્ર કિસ્સો હવે ચારેકોર વાયરલ થઈ રહી છે.
જ્યારે કોલ આવ્યો ત્યારે આ સમસ્યા જાણીને અભયમની ટીમ પણ બે ઘડી ચોકન્ના રહી ગઈ હતી કે આખરે આ કઈ રીતે શક્ય બને. જો અભયમને આવેલા કોલ વિશે વાત કરીએ તો એક 46 વર્ષીય મહિલાએ તેના થનારા જમાઈ સાથે ઘર વસાવી લીધું છે. સામે યુવકની ઉંમર 30 વર્ષ છે. જ્યારે મહિલા વિધવા છે અને તેને ચાર સંતાનો છે. જ્યારે અભયમની ટીમે તપાસ કરતા જાણ્યું કે, ચાર વર્ષ પહેલા આ વિધવા મહિલાની દીકરીના લગ્ન માટે એક યુવક જોવા આવ્યો હતો. બંનેએ એકબીજાની પસંદગી કરતા સગાઈ કરાઈ હતી.
સગાઈ પછી બન્યું એવું કે બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા અને અઢી માસ સુધી આ સગાઈ ટકી હતી. જેના બાદ દીકરીને યુવક પસંદ આવ્યો ન હતો, અને તેણે સગાઈ તોડી નાંખી. પછી દીકરીની વિધવા માતાએ એ જ યુવક સાથે ઘર માંડ્યુ અને આ જોઈને આજુબાજુના લોકો પણ દાઢીએ હાથ દઈને જોતા રહી ગયા. વિધવા માતાએ 30 વર્ષના યુવક સાથે મંદિરમાં જઈને ફૂલહાર કર્યા હતા અને ચાર વર્ષથી સાથે રહેતા હતા.
જ્યારે આ મામલે સામે આવ્યો ત્યારે પરિવારમાં હોબાળો થયો અને વાત અભયમ સુધી પહોંચી હતી. જ્યાં સમાજના અગ્રણીઓ અને અભયમની ટીમે મહિલાને સમજાવી હતી. જેના બાદ મહિલા યુવકને છોડવા અને પોતાના સંતાનો પાસે પાછી જવા માની ગઈ હતી.