માણસો મરી જાય પછી જીવતા નથી થતાં, કારણ કે જીવન અને મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે. તેમ છતાં અવાર નવાર આવા જાદુ થતાં રહે છે અને લોકોની ગેરસમજના કારણે હાલમાં જ એક એવી ઘટના આવી છે અને એ પણ વડોદરામાં. વડોદરામાં મૃત સમજીને અંતિમસંસ્કાર કર્યા તે યુવક હવે જીવતો નીકળ્યો છે. આ વાત છે છાણી પોલીસ સ્ટેશનની કે જ્યાં પોલીસને દુમાડની સીમમાંથી મળેલા અજાણ્યા મૃતદેહની ખોટી ઓળખ થતાં પરિવારને મૃતદેહ પરત સોંપ્યો હતો. જો કે તેના અગ્નિસંસ્કાર થયા બાદ જેના નામે અગ્નિસંસ્કાર થયા હતા તે જીવતો મળી આવ્યો.
આ ઘટના બનવા જ પોલીસ અને પરિવાર બંને સ્તબ્ધ થયા હતા. હાલ તો જે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે કોનો છે તે અંગે છાણી પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના દુમાડ ચોકડી નજીક રોડ પર મૃતદેહ પડયો હોવાની જાણ થઈ. એક ડ્રાઇવરના પુત્ર જેવો દેખાતો જ યુવક હોવાથી લોકોએ યુવકના પિતા સનાભાઇને આ ઘટના વિશે જાણ કરી. પછી પોતાના પુત્રની ડેડબોડી પડી હોવાની જાણ થતાં જ પિતા સ્થળ પર દોડી આવ્યા અને મૃતદેહને જોઈ પોતાના પુત્રનો હોવાનું પોલીસને વાત કરી. મૃતદેહની ઓળખ બાદ છાણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં પણ મોકલી આપ્યો.
હવે બન્યું એવું કે પોસ્ટમોર્ટમ બાદ બીજા દિવસે મૃતદેહને અંતિમ વિધિ માટે પરિવારને પાછો આપવામાં આવ્યો. પરિવાર દ્વારા સગા સંબંધીઓ ભેગા થઈ અંતિમવિધી સ્મશાન ખાતે કરી નાખી. જો કે તેમના ઘરે પુત્રવધૂને બંગડીઓ તફડાવવાની વિધિ પણ પૂરી કરી. આ રીતે સમગ્ર ક્રિયા પતી ગયા બાદ સાંજે 7:00 કલાકે જેને મૃત્યુ પામેલા સમજ્યો હતો તે સંજય તો ઘરે પરત આવ્યો. આ જોઈને પરિવારે પોલીસને જાણ કરી હતી સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને પરિવાર બંને ચોંકી ઉઠ્યા હતા. આ સમગ્ર બાબતે પિતા સનાભાઇ એ જણાવ્યું હતું કે હુંબહુ મારા પુત્ર જેવો જ એનો ચહેરો મળતો હોય હું તેને મારા પુત્ર સમજી બેઠો હતો. પરંતુ એ વાત તો કંઈક બીજી જ નીકળી હતી.