દેવાયત ખવડના મારામારીના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. હાલ રાજ્યભરમા ચર્ચામા રહેલા રાજકોટના દેવાયત ખવડના મારામારી ઘટના મામલે બચાવપક્ષના વકીલે દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ નથી.
તેણે કહ્યુ છે કે CCTVમાં માર મારનારનું મોઢું પણ સરખી રીતે દેખાઈ રહ્યુ નથી. આ આપસી દુશ્મનીનો મામલો છે. આ સાથે વકીલે કહ્યુ કે પોલીસે જે કલમ લગાવી છે તે પણ ખોટી છે. આ 307 હેઠળનો મામલો છે જ નહી.
આગળ વાત કરતા વકીલે કહ્યુ કે જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે જ્યારે બીજી તરફ CCTV ફૂટેજમાં કોઇક વ્યક્તિનુ પણ મોઢું નથી દેખાતું.
જે વ્યક્તિ ડંડા કે લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે કોઇએ માર્યું નથી.
જોઈ શકાય છે કે સાતથી આઠ વખત તેને માર્યું છે. કોઇ ગંભીર ઇજા એને કરી નથી. આ જોતા 307 કઈ રીતે લાગે?
આજે શહેરના એસીપી ભાર્ગવ પંડ્યાએ કહ્યુ હતુ કે સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા પર દેવાયત ખવડે હુમલો કર્યો હતો અને બાદમા તે ત્યાથી ફરાર થઈ ગયો હતો. હવે આજે દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે. આ સિવાય ગુનામાં ઉપયોગમાં લેવાયેલ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર હજુ મળી નથી, તેની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના દરમિયાન દેવાયત ખવડ સાથે અન્ય બે વ્યક્તિઓ હતા જેની પણ શોધખોળ ચાલુ છે. ઘટના અંગે કાર્યવાહી વિશે વાત કરતા તેમણે કહ્યુ કે દેવાયત ખવડને આશરો આપનાર સામે પણ પગલા લેવામાં આવશે. હવે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરી પોલીસ રીમાન્ડ લેવાશે અને ભલે દેવાયત ખવડ લોકસાહિત્યકાર હોય પણ આરોપીની જેમ જ તેની પણ ટ્રીટમેન્ડ કરાશે.