એક જ દિવસમાં 2,074 ગ્રામ પંચાયતોના જમીન રેકોર્ડનું 100 ટકા ડિજિટાઇઝેશન, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ ખરેખર લોકોને ફળી?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ શરૂ કરવામાં આવી છે.

આ સંકલ્પ યાત્રાને સમગ્ર ગુજરાતમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા અંતર્ગત 3જી ડિસેમ્બરના રોજ રાજ્યની 2,074 ગ્રામ પંચાયતોના 100 ટકા જમીન રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. 1,520 ગ્રામ પંચાયતોમાં તમામ 100 ટકા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. 2,165 ગ્રામ પંચાયતોને 100 ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે 1,603 ગ્રામ પંચાયતોને 100 ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં 1,914 ગ્રામ પંચાયતોને 100 ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે.

વધુમાં તા. 3 ડિસેમ્બરે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના 88 ગામ, ભરૂચના 83, છોટાઉદેપુરના 26, ડાંગના 76, દાહોદના 242, નર્મદાના 90, સુરતના 142, વલસાડના 92, મહેસાણાના 103, પાટણના 88, બોટાદના 56, સુરેન્દ્રનગરના 117, મોરબીના 66, પોરબંદરના 43, કચ્છના 120, અમરેલીના 100, રાજકોટના 95, જામનગરના 75, ગીર સોમનાથના 60, જૂનાગઢના 80, દેવભૂમિ દ્વારકાના 32, ભાવનગરના 66, અમદાવાદના 50, આણંદના 49, અરવલ્લીના 21, ગાંધીનગરના 22, ખેડા અને મહીસાગરના 24, નવસારીના 40, પંચમહાલના 44, સાબરકાંઠાના 24, તાપીના 32, તથા વડોદરા જિલ્લાની 60 મળી કુલ 2,330 ગ્રામ પંચાયતોમાં અંદાજે 7,09,819 ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.

આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ 6.49 લાખથી વધુ નાગરિકોએ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે 1,35,712 નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 78,775 કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.

આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ 3,15,317 નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત 1,71,081 વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ 45,108 વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ 19,236 સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 15,810 નામ નોંધવામાં આવ્યા છે. 7,644 મહિલાઓને 9,136 વિદ્યાર્થીઓને 1,953 રમતવીરોને તેમજ 1,854 સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું?? 

12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે

ભાજપ, કોંગ્રેસ, રાજનેતા, અભિનેતા, ક્રિકેટર…. બધા જ ખુશખુશાલ, 41 મજૂરોનો જીવ બચ્યા બાદ સૌએ રાજીપો વ્યક્ત કર્યો!

આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત 14,415 લાભાર્થીઓ પોતાના પ્રતિભાવ આપ્યા છે. 1,417 ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત ૫,૫૯૩ નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા 21,062 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો. ગુજરાતની 2,095 ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે તેમ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 


Share this Article