ધો. 10 અને 12નાી પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરાયું, એક કે બે વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
gseb
Share this Article

ધોરણ 10 અને 12માં એક-બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, 10થી 14 જુલાઈ દરમિયાન આ પૂરક પરીક્ષા લેવામાં આવશે તેમજ એક કે બે વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

gseb

gseb

તારીખ 10થી 14 સુધી પૂરક પરીક્ષા

ધોરણ-10 સંસ્કૃત પ્રથમ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથ સામાન્ય પ્રવાહ, ઉ.ઉ બુનિયાદી પ્રવાહ, વ્યવસાયીલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની જુલાઈ (પૂરક) 2023ની પરીક્ષા તા.10થી 14/07/2023 દરિમયાન લેવાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકવામાં આવેલા છે. જેની વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

gseb

gseb

આ પણ વાંચો

9 જૂન સુધી ફોર્મ ભરાયા હતા

એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે તેમજ ગેરહાજર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં પૂરક પરીક્ષા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 5 જૂન સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો જો કે, સમય મર્યાદા વધારી હવે 9 જૂન સુધી કરવામાં આવી હતા


Share this Article
TAGGED: , ,