કળિયુગમાં દિકરી અને પિતાના સંબંધોને લાંછન લગાવતો આ કિસ્સો સામે આવ્યો છે.વલસાડમાં એક એવી ઘટના સામે આવી છે જે જાણીને રોષ ભભૂકી ઉઠે. પિતા અને દિકરીના પવિત્ર સંબંધનીતો વાત કરો એટલી ઓછી પડે . પિતાનો દિકરી પ્રત્યે કેવો પ્રેમની વાત કરતા તો આંખમાંથી આંસુ છલકાઇ જાય ત્યારે વલસાડમાં તો સગા બાપે જ દિકરી પર નજર બગાડતા ચકચાર મચી છે.
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે . વલસાડમાં લોહીના સંબંધોને લજવતી એક ઘટના બની. ભણવાની ઉંમરે સગા બાપે જ દિકરીને ગર્ભવતી બનાવી. ધરમપુરના એક ગામની આ ઘટના છે. જ્યાં બાપે સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું.
બે વર્ષ સુધી આ દિકરી હવસખોર બાપનો શિકાર બનતી રહી. સગો બાપ પોતાની જ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. જાેકે દિકરીએ જ્યારે બાળકીને જન્મ આપ્યો ત્યારે સમગ્ર લંપટ બાપનો ભાંડો ફૂટ્યો અને આખી ઘટના સામે આવી. ઘટનાની જાણ થતા નરાધમ પતિ વિરુદ્ધ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધરમપુર પોલીસે નરાધમ બાપની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.