શ્રવણ પરમાર, થરાદ: બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદના સ્વ. પૂર્વ ધારાસભ્ય હેમાજી દરધાજી રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે થરાદની સરકારી હોસ્પિટલમાં એબોલ્સનવાંન તેમજ આરોગ્યના લગતા વિવિધ સાધનો ૫૦ લાખના ખર્ચે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ગ્રાન્ટમાંથી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મેગા બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં સહિતના આરોગ્યલક્ષી સાધના લોકાર્પણ થયુ હતુ.
જેમા મહંત શ્રી નિધીયાનંદ બાપુ ગોતરકા તેમજ થરાદના કરબુણ ગામના સંત શ્રી નારણવન બાપુ તેમજ ચારડા ના સંત શ્રી રામ લખન દાસ બાપુના વરદ હસ્તે એબોલ્યુશન વાનનું લોકાર્પણ તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ દીપ પ્રગટાવી અને કેમ્પનું ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય લગતા વિવિધ ૫૦ લાખના સાધનોના લોકાર્પણ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાજ્ર રહ્યા હતા.
આ સાથે થરાદ તાલુકાના રાજપુત સમાજના પ્રમુખ ડી ડી રાજપૂત વાવ.તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઇ રાજપુત વાવના એડવોકેટ કે પી ગથવી થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી. થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુંસિંહ રાજપૂત થરાદ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઈ ઓઝા થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ.રાજપુત કોંગ્રેસના અગ્રણી ઠાકરશીભાઈ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને બ્લડ ડોનેશન આપ્યું હતું