માલધારી સમાજ અને મહાનગરપાલિકા વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. માલધારી સમાજનું કહેવું છે કે હાઇકોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યા છે. તેમાં રખડતા ઢોરો ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે પરંતુ જે તબેલાઓમાં પશુઓ છે. તેને ઊંચકી જવા એ કેટલા યોગ્ય છે. ભાજપના શાસકોની નીતિને લઈને માલધારી સમાજમાં ભડકો થતા કેટલાક હોદ્દેદારોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે.
ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયેલા માલધારી સમાજના કેટલાક હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા છે. ભાજપ સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહીને પક્ષને મજબૂત કરવાની કામગીરી કરતા માલધારી સમાજના વ્યક્તિઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે રખડતા ઢોરની આડમાં તબેલામાંથી પશુઓને લઈ જઈને માલધારી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે.
સુરતના કતારગામના વોર્ડ નંબર ૮ ના યુવા મોરચાના મંત્રી મિલન દેસાઈએ જણાવ્યું કે આજે મારા સમાજના હિતમાં હું ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું. મેયર ભલે કહેતા હોય કે અમારા તબેલા ગેરકાયદેસર છે પરંતુ અમે ૧૯૮૫થી અહીં રહી રહ્યા છીએ અને તમામ વસ્તુઓ કાયદેસર છે. તેઓ માત્ર પોતાની તાનાશાહી કરી રહ્યા છે.
અશ્વિન રબારીએ જણાવ્યું કે હું કતારગામ વિધાનસભામાં સોશિયલ મીડિયામાં સહાય ઇન્ચાર્જ તરીકે ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાયેલો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે મહાનગરપાલિકા હાઇકોર્ટના આદેશને નામે જે બરબર્તા ગુજારી રહી છે તે સ્વીકારી શકાય તેમ નથી. અમારા સમાજ માટે આ એક મોટી મુસીબત આવીને ઉભી છે.
ભાજપની સરકાર અવાજને કારણે જાેઈએ અમારી સાથે અન્યાય કરતી હોય તો અમારે આ પક્ષના કોઈપણ હોદ્દા ઉપર રહેવું જાેઈએ ને હું નહીં એવું હું વ્યક્તિગત રીતે માનું છું. તેથી આજે મારા તમામ ભાજપના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે મેં આ બાબતે મહામંત્રીને પણ સોશિયલ મીડિયામાં ટિ્વટ કરીને કહીં દીધું છે.
કતારગામ વસ્તારની બાલાજી સોસાયટીના મંત્રી તરીકે રાજુભાઈ રબારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમારા કાયદેસરના તબેલાઓમાંથી પણ અમારા પશુઓને લઈ જવાનું કામ શાસકો કરી રહ્યા છે જે યોગ્ય નથી. રખડતા ઢોરોને પકડવા જાેઈએ અને એમાં અમે કોર્પોરેશનને સહકાર પણ આપીએ છીએ પરંતુ આ તો કેવી મનમાની કે અમારા બાંધેલા પશુઓને પણ હાઇકોર્ટના હુકમની આડમાં ઊંચકીને અમને હેરાન કરવામાં આવી રહ્યા છે.