ભાવનગર અને મહેસાણામાં યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવીને લૂંટી લીધો…પોલીસે આરોપીને શોધવા તપાસના ચક્રો કર્યા ગતિમાનગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે. અરે હવે તો લીંબુની પણ ચોરી થઇ રહી છે. અને હવે તો લગ્નની સિઝન શરુ થઇ રહી છે ત્યારે ભાવનગરમાં લગ્નની લાલચમાં એક યુવક લૂંટાયો. તો મહેસાણામાં મહિલા મિત્ર સાથે ફરવા ગયેલા યુવકે સોનાના દાગીના સહિત કારથી હાથ ધોવાનો વારો આવ્યો.
આ બંને ચોરીની ઘટનામાં યુવકને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને મહિલા લૂંટ ચલાવીને ફરાર થઇ ગઇ.
મહત્વનું છે કે એક તરફ હનીટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે તો બીજી તરફ યુવાનોને પ્રેમજાળમાં ફસાવીને પૈસા પડાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવતુ હોવાનો પર્દાફાશ થયો છે. ભાવનગરમાં લગ્નની લાલચમાં યુવકે ૧.૩૪ લાખ ગુમાવવાનો વારો આવ્યો .
વાત જાણે એમ છે કે ભાવનગરના યુવકને લગ્ન કરવા માટે આણંદ બોલાવ્યો. બંનેએ બોરસદના બનેજડા ખાતે બોલાવીને મંદિરમાં ફુલહાર કર્યા. બાદમાં યુવતી સોના-ચાંદીના દાગીના સહિત ૧.૩૪ લાખનો મુદ્દામાલ લઇને ફરાર થઇ ગઇ. સીદસરના યુવકે આણંદના વિરસદ પોલીસ સ્ટેશનમાં ૮ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી.]