દારૂ પીનારાઓની સંખ્યામા ન માત્ર યુવાનો જ નહી યુવતીઓની સંખ્યા પણ વધી રહી છે. ગઈ સાંજે જામનગર શહેરમાથી નશામા ધૂત યુવતીએ હંગામો મચાવ્યો હતો. શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં ટલ્લી થઈને યુવતીએ ગાળો બોલવાનુ શરૂ કરી દીધુ હતુ. આ બાદ આજુબાજુના રહેવાસીઓમાથી પણ અવાજ આવતા એકઠા થઈ ગયા હતા.
જો કે આ ઘટનાની જાણ પોલીસને કરી દેવાઈ હતી પણ પોલીસ આવે તે પહેલા જ યુવતી ફરાર થઈ ગઈ હતી. આ સમયે લોકોએ યુવતીનો વીડિયો ઉતારી લીધો હતો. હવે રસ્તા વચ્ચે નશામા ધૂત થઈને ગાળો બોલતી આ યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.