ગુજરાતીઓ આ વર્ષે જોરદાર નવરાત્રી ઉજવાવાની તૈયારીમા અત્યારથી જ લાગી ગયા છે. ગરબા કલાસો પર અત્યારથી ગરબાની રમજટ બોલી રહી છે. કોરોના સમયામા અનેક નિયમો સાથે નવરાત્રીની ઉજવણી થઈ હતી. હવે જ્યારે કોરોના રાજ્યમ નહીવત રહ્યો છે ત્યારે ગરબાપ્રેમીઓ નવરાત્રીની શરૂઆત અત્યારથી જ કરી દીધી છે.
આ વચ્ચે હાલ રાજ્યમા ગરબાને લઈને એક બાબતે હોબાળો ચાલી રહ્યો છે. સરકારે 18 ટકા GMT ગરબાના પાસ લાદી દીધો છે. એટલે કે આ વર્ષે પાર્ટીપ્લોટના પાસોમા ભાવ વધારો જોવા મળશે. આ બાબતે હવે વિરોધ પક્ષોએ સરકારને ઘેરવાનુ ચાલુ કરી દીધુ છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ મુદ્દાને લઈને પ્રદર્શન કર્યું હતું અને આ અંગે પોલીસની કાર્યવાહી પણ જોવા મળી હતી.