ગુજરાતમા વિધાનસભા ચૂટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ યોજવા જઈ રહી છે. આ બાબતે ગુજરાત હાઇકોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે ત્રણ સંતાનો ધરાવતા સરપંચને ગેરલાયક ઠેરવવા અંગે અપાયેલી નોટિસ પર મનાઈ હુકમ ફરમાવતા કહ્યુ છે કે સરપંચને પંચાયત એક્ટની જોગવાઈ હેઠળ સરપંચ પદેથી દુર કરી શકાય, પરંતુ ગેરલાયક ઠેરવી શકાય નહિ.
ગુજરાત હાઇકોર્ટે આ અંગે વધુમા જણાવ્યુ છે કે સરપંચની ચૂંટણી ગ્રામજનો સીધી રીતે કરતા હોવાથી પંચાયતની જોગવાઈ હેઠળ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોથી અલગ છે. સરપંચ પોતાની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતનો સભ્ય બને છે. સભ્ય હોવાના કારણે સરપંચ બનતો નથી.