Gujarat News: ગુજરાતી સિનેમાને એક નવું જ નજરાણું મળવા જઈ રહ્યું છે. ગુજરાતી સિનેમામાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ નવા જ ટોપિક સાથે દાસારામ ઈન્ફા એન્ડ ફિલ્મસ્ પ્રોડકશન એન્ડ ઓમ આરતી ફિલ્મસ્ પ્રસ્તુત ‘લાઈફ એક સેટલમેન્ટ’ એટલે કે પ્રેમ, લાગણીઓ અને રોમાન્સથી ભરપુર એક મનમોહક ફિલ્મ 3 મે અને શુક્રવારના રોજ રિલીઝ થવા જઈ રહી છે. સગર પ્રવિણ સોલંકી નિર્મિત અને ઘનશ્યામ બી. તળાવિયા દિગ્દર્શિત ‘લાઈફ એક સેટલમેન્ટ’ ને લઈ ગુજરાતની જનતા પણ ભરપુર ઉત્સાહ જોવા મળે છે.
લાઈફ એક સેટલમેન્ટ એટલે નારીની વેદનાનું એવું વર્ણન કે જે બંધ બારણે સહન શક્તિનું આખું બ્રહ્માંડ કે જેને લોકો જાણી પણ નથી શકતા કે અનુભવી પણ નથી શકતા. કંઈક વીરાંગનાઓની ગાથા તો સાંભળી હશે પણ વીરાંગનાઓથી બિલકુલ ઓછી આંકી ન શકાય એવી નારીની વેદનાની વ્યથા એટલે ગુજરાતી ફિલ્મ લાઈફ એક સેટલમેન્ટ.
મમતા સોની, પ્રેમ ગઢવી, સમર્થ શર્મા અને શ્વેતા સેન અભિનીત આ ફિલ્મમાં સાપ્રંત સમયની સાટાપાટા પદ્ધતિ વિશે વાત કરવામાં આવી છે. સાટાપાટા પદ્ધતિ એટલે કે માતા પિતા પોતાના દીકરા દીકરીના સામસામા લગ્ન નક્કી કરે. ટૂંકમાં કહીએ તો ભાઈ-બહેનને સામે પણ કોઈ ઘરના ભાઈ-બહેન સાથે જ લગ્ન કરવાના એનું નામ સાટાપાટા પદ્ધતિ. હવે કદાચ માતા-પિતા માટે આ પદ્ધતિ બોજ હળવો કરવા માટેની પદ્ધતિ હશે પણ સંતાનો માટે ક્યારેક જીવ જોખમમાં મૂકી દેવાની નોબત આવે છે.
જ્યારે પણ કોઈ સાટાપાટા પદ્ધતિથી લગ્ન થાય ત્યારે દીકરા કે દીકરી કંઈ બોલી શકતા નથી. એવું પણ બને કે આમને આમ સંતાનોની જીંદગી બરબાદ થઈ જાય. કોઈને કહી પણ ના શકે અને સહી પણ ન શકે. જ્યારે કોઈ નારીની વેદનાનું વાવાઝોડું આવે ત્યારે ભલભલા દિગ્ગજો ઉડી જતાં હોય છે. સાટાપાટા પદ્ધતિથી સંતાનોને થતા નુકસાન અને સમાજીક દુષણની બદ્દતર પરિસ્થિતિ વિશે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. એક ગુજરાતી દરેક ગુજરાતમાં ચાલતી આ પ્રકારની પ્રણાલી કોઈના પણ આંતરડાને કકળાવી મૂકે એવી છે. કારણ કે ઘણા સંતાનો આવી સાટાપાટા પદ્ધતિમાં અટવાઈ જવાના કારણે આત્મહત્યા પણ કરી લીધી હોય એવા કિસ્સા અવારનવાર સામે આવે છે.
આ ફિલ્મ બનાવવાનો હેતુ માત્ર એટલો છે કે આવી પદ્ધતિમાંથી સમાજ બહાર આવે અને સંતાનોની જીંદગી બગડતી બચાવી શકાય. આજે 21મી સદી ચાલી રહી છે છતાં અમુક વિસ્તામાં આવી દુષિત પ્રણાલી લોકોના જીવન હરામ કરી રહી છે. તો ચોક્કસથી દરેક ગુજરાતીના દિલને આ ફિલ્મ સ્પર્શી જશે એવો સરસ સંદેશ આપવામાં આવ્યો છે.
એક્ટિંગ, ગીત, ડાયરેક્શનમાં પણ લાઈફ એક સેટલમેન્ટ કોઈથી કમ નથી. કોઈ ખોટો કચરો આપવામાં આવ્યો નથી. ફુલ ફેલેમિ માણી શકાય એવું સરસ કન્ટેન અને લાગણીઓ તેમજ રોમાંસથી ભરપુર આ ફિલ્મ આગામી તારીખ 3 મે 2024ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા થઈ રહી છે. આ ફિલ્મનું શુટિંગ 45 દિવસના અંતે પુરુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે થિયેટરમાં ફુલ ધમાકા કરવા માટે તૈયાર છે.