પવિત્ર નગરી દ્વારકાના આંગણે આવતીકાલે ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવની જાજરમાન ઉજવણી કરવામાં આવશે. જે ને લઈને દ્વારકાની શેરીઑમાં ભક્તિમય માહોલ જાેવા મળી રહ્યો છે. કાન્હા જન્મના વધામણાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે આ પાવન અવસરને પગલે દ્વારકામાં તડામાર તૈયારીને આખરી ઑપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કાન્હાના જન્મોત્સવને વધાવવવા ભક્તોએ દ્વારકા ભણી દોટ મૂકી હોવાથી દ્વારકામાં યાત્રિકોની ભીડ જાેવા મળી રહી છે.
દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જાેવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકામાં આવી પહોંચ્યા છે. દ્વારકામાં યાત્રિકોની ભીડ ઉમટી રહ્યા ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ યાત્રિકો ઉત્સાહિત બન્યા છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો જાેવા મળી રહ્યા છે. પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભક્તો પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.દ્વારકામાં આવતીકાલે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
જન્માષ્ટમી ઉત્સવને લઇ દ્વારકા નગરી કૃષ્ણમય બની ગઈ છે. ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશનો નાદ દ્વારકામાં ગુંજી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવા માટે ભક્તો અધીરા બન્યા છે. આ પ્રસંગને પગલે દ્વારકાધીશ મંદિરને શણગારવામાં આવ્યું છે. કીર્તિસ્તંભથી યાત્રિકો પ્રવેશ કરશે અને છપ્પન સીડીથી મંદિરે પ્રવેશ કરશે અને દર્શન કરી મોક્ષ દ્વારેથી બહાર નીકળે તેવી આયોજન કરાયું છે.
બીજી તરફ જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ Dysp ના માર્ગદર્શન હેઠળ પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે.