દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં બે કિશોરી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે, બન્નેબહેનો પર એક જ શખ્સે દુષ્કર્મ આચર્યુ હતુ જેમા તેની અન્ય બે શખ્સે મદદ કરી હોવાનો પણ ખુલાસો થયો છે. હવે આ મામલે પોલીસ ફરીયાદ નોંધી આગળ તપાસ હાથ ધરવામા આવી છે. હાલ આરોપીઓને ઝડપી લેવામા આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ બન્ને બહેનો ખંભાળીયામાં રહેતી હતી. આ ઘટનાના આરોપીઓના નામ નિકેશ ચંદુ પ્રજાપતી, આશિષ આહીર અને મહેશ ચાવડા ( રે. ખંભાળીયા) છે. આ સાથે એ વાતનો પણ ખુલાસો થયો છે કે નિકેશ ચંદુએ 16 વર્ષ અને 9 માસની પુત્રીને લાલચ આપી અને મિત્રતા કરી જે બાદ અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો.
આ બાદ જ્યારે એક વખતે નિકેશે સગીરાને પ્રેગનેન્સી ટેસ્ટ કરાવવા બોલાવી ત્યારે તેની 14 વર્ષની માસીયાઈ બહેન પણ સાથે હતી. આ બાદ તેબ્ની બહેન સાથે પણ નિકેશે આશિષ અને મહેશની મદદથી દુપટ્ટા વડે હાથપગ બાંધી છરી બતાવી, ધમકી આપી અને શરીર સબંધ બાંઘ્યો.