જંત્રી મુદ્દે હવે વધુ એક મોટો નિર્ણય લેવામા આવ્યો દિવસોથી આ મામલે વિવાદ સર્જાયેલો છે. આ બાદ આ મુદ્દે ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં ચર્ચા પણ થઈ હતી જે બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. માહિતી મુજબ રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. એટલે કે 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારો હાલ લાગુ થશે નહી. આ નિર્ણય રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં લેવાયો છે.
જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી
જંત્રી દરોને લઈને થોડા દિવસોથી ગુજરાતનુ રાજકારણ ગરમાયેલુ હતુ કારણ કે રતોરાત સરકારનો આ નિર્ણય લોકો માટે મુશ્કેલી બન્યો હતો. રાજ્યના બિલ્ડર્સ આ નિર્ણયથી નારાજ હતા. સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડી જંત્રીનો દર બમણો કરી દીધો હતો. આ બાદ વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવારે બેઠક થઈ હતી. આ દરમિયાન બિલ્ડર્સની માંગ અંગે વિચારણાં કરવા માટે મુખ્યમંત્રીએ બાંહેધરી પણ આપી હતી અને આ પછી આજે સવારે તારીખ બદલીને 15 એપ્રિલથી અમલી કરવાની જાહેરાત કરી દેવામા આવી છે.
12 વર્ષ બાદ થવા જઈ રહ્યો છે બે ‘બાહુબલી’નો મહાસંયોગ, આ રાશિના જાતકોને જલસો તો આ રાશિની પથારી ફરી જશે
આ મામલે હવે આજે સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર સંદેશો જાહેર કરાયો છે. આ સંદેશામાં કહેવામા આવ્યુ છે કે રાજ્યમાં નવા જંત્રીના દર તારીખ 15 એપ્રિલ, 2023થી અમલી થશે. હાલ પૂરતા નવા દરનું અમલીકરણ મોકુફ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.