વિજાપુરથી (કમલેશ પટેલ દ્ધારા) વિજાપુર તાલુકામાં થતી રેતી અને માટીની ચોરી અંગે કલેકટર અને મામલતદાર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વિજાપુર તાલુકાનું અડીને આવેલી સાબરમતી નદીના પટમાંથી નીકળતી રેતી અને આજુબાજુમાંથી માટી કાઢી ટ્રેક્ટર અને ડમ્પર ગાડીઓમાં ભરી કોઈ પણ પ્રકારના કપડા ઢાંકયા વગર અને પાસ પરમીટ વગર બે રોક ટોક ચાલતી ગાડીઓ અંગે લાડોલ ના જાગૃત નાગરિક રાકેશસિહ રાજપુત દ્વારા કલેકટરને લેખીતમાં રજુઆત કરવામાં આવી છે.
જ્યારે આ ખનિજ ચોરી વિષે વિજાપુર મામલતદાર અને નાયબ મામલતદારને ફોન ઉપર જણાવતાં તેમને જણાવ્યું હતું કે અમારી પાસે ખાણ ખનીજ મહેસાણા વાળાને જાણ કરો અમારી પાસે કોઈ સત્તા નથી.આ અંગે લેખિતમાં રજૂઆત બાદ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે તેઓ ઉડાઉ જવાબ આપતો રાકેશસિહ દ્વારા કલેક્ટર મહેસાણા ને લેખિતમાં રજુઆત કરી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ રેતી માટીની રોયલ્ટી. પાસ પરમીટ અને ઓવરલોડ ફરતી ગાડીઓ અને ટ્રેક્ટરો ઉપર કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરી હતી