ગુજરાતમાં મેધરાજાની જોરદાર બેટિંગ વચ્ચે હવામાન વિભાગે ફરી એક મોટી આગાહી કરી દીધી છે. આવતા ત્રણ દિવસ આખા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને તેમા પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેધરાજાનુ જોરદાર બેટિંગ જોવા મળશે. આ સિવાય સૌરાષ્ટ્ર, બનસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકા, ભરૂચ, સુરત, આણંદ, વલસાડ અને દમણમા ભારે વરસાદ ખાબકશે.
મહેસાણા, પાટણમાં અને રાધનપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
.