હવામાન વિભાગે રાજ્યમા વરસાદને લઈને ફરી એક આગાહી કરી દીધી છે. આજથી રાજ્યભરમા વરસાદી માહોલ જામશે. હવામન વિભાગના જણાવ્યાં અનુસાર આજે મધરાજા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ધબધબાટી બોલાવી શકે છે.
આ સાથે આગાહી કરવામા આવી છે કે 8મી સપ્ટેમ્બરે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં મધ્યમ વરસાદ, 9મીએ વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદ અને અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ ખાબકી શકે છે.
આ સિવાય 10મીએ તાપી, નવસારી, ડાંગ અને નર્મદામાં ભારે વરસાદ, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે અત્યાર સુધીમા પડેલા વરસાદને કારણે રાજ્યના જળાશયો ભરાઈ ગયા છે.
રાજ્યનુ સૌથી મોટુ સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. આ સિવાય રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર રાખવામા આવ્યા છે. ૧૧ જળાશય એવા છે કે જે વોર્નિંગ ૫ર છે.