રાજ્યમાં રાત્રે ઠંડી અનુભવાઈ રહી છે અને બીજી તરફ દિવસે ઉનાળા જામ્યો હોય તેવુ વાતાવતણ હોય છે. આ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આગામી 3 દિવસ એટલે કે 7થી 10 માર્ચ સુધી માવઠાની સંભાવના છે જેમા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી ખાબકી શકે છે.
મળતી માહિતી મુજબ હવામાન વિભાગે કમોસમી વરસાદની સ્થિતિને જોતા શિયાળુ પાકને નુક્સાન થવાની ચિંતા વ્યકત કરી છે. આ બાદ હવે ખેડૂતો મોટી ચિંતામા મુકાયા છે. બીજી તરફ રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે.