સ્વેટર સાથે રેઇનકોટ રાખજો તૈયાર… અંબાલાલ પટેલની કડકડતી ઠંડી પહેલા માવઠાની આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Weather: હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરીથી ઓછો થતો હોય તેમ બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે, આ સાથે ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, આજથી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવતા પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરના ભેજમાં ભળી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી રહેશે. જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા રહેવાની છે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડી અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે આ વખતે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. જેના કારણે ઠંડા પવન આવતા નથી. આજે અને આવતી કાલે એટલે 12 અને 13 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે.

આ સાથે 22 ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર પર્વરતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે માર્ચ મહિનામાં સુધી અલનીનો અસર વર્તાશે અને ઠંડીમાં વધ ઘટ થતી રહેશે.

“રાજસ્થાનમાં વસુંધરા રાજે બનવા માંગે છે મુખ્યમંત્રી..” કે પછી હશે ભાજપનો નવો ચહેરો?

દેશની સૌથી અમીર મહિલાએ અઝીમ પ્રેમજીને સંપત્તિમાં પાછળ છોડી દીધા, અહીં જોઈ લો ટોપ-10 અમીરોની યાદી

iPhone 12, 13 અને 14 ખરીદો 30 હજાર રૂપિયા સુધી સસ્તા ભાવે, આ ઓફર iPhone 15 પર પણ ઉપલબ્ધ

તો બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી અને રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચું આવશે.


Share this Article