Gujarat News: અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 12થી 15 એપ્રિલ દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, આ સાથે પ્રીમોન્સુન એક્ટિવિટી પણ શરુ થશે. માર્ચમાં પ્રીમોન્સુન એક્ટિવિટી અને જૂનથી વરસાદની શરુઆત થાય છે. ઉનાળા દરમિયાન ઈષ્ટ ગરમી પડે તો વાદળો વિખેરાઈ જતા નથી અને તેનો લાભ ચોમાસા દરમિયાન થવાની વાત પણ કરી હતી. ત્યારે હવે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. એપ્રિલ મહિનો ચાલુ હોવા છતાં ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
હવે નવી આગાહીમાં હવામાન વિભાગ દ્વારા ભરઉનાળે વરસાદની આગાહી કરી. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોને સાવચેત રહેવા અંગે કહ્યું છે. રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે એવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
હવામાન વિભાગે વાત કરી કે 13થી 15 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 14 અને 15 તારીખે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 અને 15 એપ્રિલે છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.