છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી બારબર થઈ શકી ન હતી. હવે આ વર્ષે ગરબા પ્રેમીઓ અત્યારથી જ નવરાત્રિની તૈયારીઓમા લાગી ગયા છે. ગરબા કલાસો ફૂલ થઈ ચૂક્યા છે. આ વચ્ચે ગુજરાતની ગરબા પ્રેમી જનતા માટે ઉત્સાહમાં વરસાદ ખલેલ પહોંચાડી શકે છે. હવામાન વિભાગે નવરાત્રીના દિવસો દરમિયાન રાજ્યમા વરસાદને લઈને આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંતે જાણકારી આપી છે કે આ વર્ષે છઠ્ઠા નોરતાથી છેક દશેરા સુધી વરસાદ ખાબકશે. 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર) થી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમા આગામી 4 દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત જણાવી છે જેમા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ નોંધાવાની સંભાવના છે.
આગાહી મુજબ સુરત, નવસારી, તાપી અને ડાંગ અને છોટા ઉદેપુર, અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડવાની શકયતા છે.
જો કે થોડા દિવસોનો વિરામ લીધા બાદ ગઇકાલે ફરી રાજ્યના અમુક વિસ્તારોમા મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. મળતી માહિતી મુજબ વડોદરામાં કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.