રાજ્યમાં હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, તો ગુજરાત પર મિચૌંગ વાવાઝોડાની અસર નહીં વર્તાય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

હવામાન વિભાગ ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થવાની આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થશે. હવે કમોસમી વરસાદની શક્યતા પણ નથી. તથા દક્ષિણ ભારતમાં પ્રવર્તેલા મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે, જેથી ખેડૂતોને રાહતનો શ્વાસ લીધો છે.

વધુમાં મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગાની સમયમાં વાતાવરણ સાફ રહેશે. તથા આગામી 5થી 7 દિવસ વાતાવરણ સાફ રહેશે તેમજ દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં જણાવ્યું કે, ગુજરાત પર મિચૌંગ વાવાઝોડાની અસર નહી વર્તાય.

રેવંત રેડ્ડી હશે તેલંગાણાના આગામી સીએમ, કોંગ્રેસ હાઈકમાન્ડે આપી મંજૂરી, 7 ડિસેમ્બરે લેશે શપથ

મોરબી નકલી ટોલનાકા અંગે જેરામ પટેલની ચોખવટ, પુત્ર વિશે પણ કર્યા મોટા-મોટા ધડાકા, 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ

જો આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન હવામાન વિભાગે જણાવ્યું કે, 10 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જોવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. નલિયામાં 10,04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જોવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.

 


Share this Article