રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી દીધી છે. આ 5 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમા મેધમહેર જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. આ વર્ષે રાજ્યમાં નોંધાયેલા સરેરાશ વરસાદનો આંકડો 100 ટકા વરસાદ છે જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં 156 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ સિવાય વાત કરીએ સૌથી ઓછો વરસાદ વિશે તો તે પૂર્વ ગુજરાતમાં નોંધાયો છે જે 82.29 ટકા થયો છે. રાજ્યના 207 જળાશયો તો એવા છે જેમા 81.48 ટકાથી વધુ જળસંગ્રહ થઈ ગયો છે અને રાજ્યના સૌથી મોટા સરદાર સરોવરમાં તો 90.77 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારથી જ રાજ્યભરમા મેધમહેર જોવા મળી રહી છે. આ સિવાય આજે વરસાદની આગાહીને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ આવતીકાલથી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ પણ હટી જવાની આગાહી કરવાઅમા આવી છે.
આજે ધોધમાર વરસાદ વરસતાં પાલનપુર-અમદાવાદ મુખ્ય હાઇવેના ગઠામણ પાટિયા નજીક પાણી ભરાઈ ગયા હતા. આવી સ્થિતિમા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.