ખેડા જિલ્લાના નડિયાદમાં મહિલાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પતિ-પત્નીના તકરારનો મામલો મોતનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગ ટાઉનશિપમાં રહેતા 47 વર્ષીય નિમિષાબેન રસિકભાઈ પરમાર તેમના પતિ સહિત વસોમાં રહે છે. આ નિમિષાબેન અને રસિકભાઈ વચ્ચે થોડા વર્ષોથી મનભેદ સર્જાતા કોર્ટ કેસ ચાલતો હતો.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિ એક્ટિવા લઈને બુધવારે 12:00થી 1ના સમયગાળા દરમિયાન અહીં નવરંગ ટાઉનશિપમાં આવ્યો હતો અને તેણે હેલ્મેટ પહેર્યુ હતું. જો કે, એકાએક ફટાકડા ફૂટવાનો અવાજ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મહિલાના ઘરેથી લગભગ 25 ફૂટ પહેલાં જ પતિએ હથિયાર વડે ફાયરિંગ કરી ફરાર થયો હતો. તેવામાં હેલમેટ પડી જતાં આરોપીને સ્થાનિકોએ ઓળખી લીધો હોવાનું પ્રત્યક્ષદર્શી કહે છે.
નિમિષાબેનને સંતાનમાં એક દિકરી છે અને તે પરદેશમાં રહે છે. હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને મૃતક મહિલાની માતાની ફરિયાદને આધારે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.
આ વળી નવું આવ્યું, જાણો શું છે વીકેન્ડ મેરેજ, જેમાં લગ્ન થઈ જાય પણ તમે કુંવારા રહી શકો છો
કોણ છે એ અભિનેત્રી જેની સાથે પ્રેમમાં પાગલ છે KGF એક્ટર યશ, હોટ તસવીરો જોઈ આંખ મટકું નહીં મારે
આ સંદર્ભે DYSP વિક્રમ સોલંકીએ જણાવ્યુ હતુ કે, આક્રોશમાં આવેલા પતિએ કોઈ હથિયાર વડે ફાયરિંગ કરી મહિલા નિમિષાબેનની હત્યા કરી ફરાર થઈ ગયો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ કરી હતી અને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. હાલમાં મહિલાના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.