આઝાદીનો ઉત્સવ મનાવવા માટે આખો દેશ આજે તલપાપડ છે. ત્યારે ગામની ગલીઓથી લઈને શહેરની શેરીઓ સુધી દરેક જગ્યાએ લોકો ધ્વજ વંદન કરીને દેશને નમન કરશે. દેશ આખામાં આઝાદીના 75 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે અને ઠેરઠેર તિરંગા યાત્રા અને 13,14 અને 15 તારીખ સુધી દરેક વ્યક્તિ તિરંગાને માનભેર ફરકાવી રહ્યા છે પરંતુ એ અરસામાં એક ખુબ જ શરમજનક ઘટના સામે આવી રહી છે કે વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતા અપમાનની ઘટના બની હતી.
વિગતો મળી રહી છે કે રાષ્ટ્રીય સૌથી જુના કોંગ્રેસ પક્ષના વાલિયા તાલુકા સમિતિના કાર્યકરોએ કાર્યાલય ઉપર ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો. હવે આ ઘટના વાયરલ થઈ રહી છે અને તેની ખુબ આલોચના કરવામાં આવી રહી છે.આ ઊંધા રાષ્ટ્રધ્વજનો વિડીઓ કોઈએ ઉતારી સોસીયલ મીડિયામાં મુકતા વાઈરલ થયો હતો. હવે ચારેકોર તેના પર થૂ થૂ પણ કરવામાં આવી રહ્યું છે.